જામનગરમાં ચકચાર મચાવનાર જયેશ પટેલ, સાયચા ગેંગ, અલ્તાફ ખફી અને અસલમ ખિલજી ગેંગ જેવા સંગઠિત ગુનેગારો વિરુદ્ધ દાખલ થયેલા ’ગુજસીટોક’ (GUJCTOC) હેઠળના ગુનાઓમાં અદભુત કામગીરી કરવા બદલ શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના એ.એસ.આઇ. પ્રતિપાલસિંહ જીતુભા જાડેજાને પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રેન્જ આઇજીની સૂચના અને જામનગરના એસપી ડો. રવિ મોહન સૈની તેમજ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ, પ્રતિપાલસિંહે તપાસનીશ અધિકારી સાથે રાઈટર તરીકે મદદમાં રહીને આ સિન્ડિકેટ ગેંગ વિરુદ્ધ કડીબદ્ધ અને મહત્વના પુરાવાઓ એકત્રિત કરવામાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી હતી.
તેમની આ પ્રશંસનીય અને ગૌરવપૂર્ણ કામગીરીની નોંધ લઈને રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જે બદલ ASI પ્રતિપાલસિંહ જાડેજાએ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીને નિર્લિપ્ત રાય અને અન્ય ઉચ્ચ અધિકારીઓનો આભાર માન્યો હતો.


