ઓખાના આરકે બંદરમાં માછીમારી કરતાં યુવાને મોબાઇલ પર વાત કરતાં સમયે અચાનક જાળ કાપવાની છરી (ચાકુ) વડે પોતે પોતાના હાથે પોતાના ગળામાં છરી મારી લેતાં તેમના ગળાની નસ કપાઈ જતા મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર ખાતે રહીને માછીમારી કામ કરતા અનિલકુમાર શંકરભાઈ રાઠોડ (ઉ.વ.33) નામના યુવાન સોમવારે સાંજના સમયે તેમની બોટ પર એન્જિન ઓઈલ ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો હતો અને ફોન ઉપર વાત કરતા કરતા તેમણે અચાનક પોતાના ગળામાં પહેરેલી જાળ કાપવાની છરી (ચાકુ) વડે પોતે પોતાના હાથે પોતાના ગળામાં છરી મારી લીધી હતી. આનાથી તેમના ગળાની નસ કપાઈ જતા લોહીલુહાણ હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની પ્રજ્ઞેશભાઇ મુકેશભાઇ રાઠોડએ જાણ કરતાં ઓખા મરીન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


