ઓખાના આરકે બંદર પર માછીમાર યુવાનને રવિવારે સાંજે હૃદયરોગનો હુમલો આવતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખા આર.કે. બંદર વિસ્તારમાં રહેતા કલ્પેશકુમાર હસુભાઈ હળપતિ (ઉ.વ.35) નામના માછીમાર યુવાન રવિવારે સાંજના સમયે જેટી ઉપર બેઠા હતા. ત્યારે તેમને એકાએક હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ગણેશભાઈ હિરુભાઈ ટંડેલએ જાણ કરતાં ઓખા મરીન પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહ હાથ ધરી હતી.


