Tuesday, August 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી યુવતી યુવક સાથે નાશી ગઇ હોવાની આશંકા

જામનગરમાંથી યુવતી યુવક સાથે નાશી ગઇ હોવાની આશંકા

જામનગરમાંથી યુવતી યુવક સાથે નાશી ગઇ હોવાની આશંકા

જામનગર શહેરના ખડખડનગર વિસ્તારમાં માતૃઆશિષ શેરી નંબર બેના છેડે રહેતી યુવતી યુવાન સાથે તેણીના ઘરેથી નાશી ગઇ હોવાની શંકાના આધારે પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ બાદ પત્તો ન મળતાં પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ખડખડનગર વિસ્તારમાં ચામુંડા પ્રોવિઝન સ્ટોર્સ પાસેની માતૃઆશિષ શેરી નંબર બેના છેડે રહેતી તબસ્સુમ અશરફઅલી અન્સારી (ઉ.વ.20) નામની યુગતી તેણીના ઘરેથી લાપત્તા થયા બાદ પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ યુવતીનો પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ આખરે પરિવારજનો દ્વારા પોલીસમાં જાણ કરી અને યુવતી દિનેશ નામના યુવક સાથે નાશી ગઇ હોવાની આશંકા દર્શાવી હતી. જેના આધારે સિટી ‘બી’ ડિવિઝન પોલીસે તબસ્સુમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular