જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલા ગેરેજની ઉપરની ઓરડીમાં ઘોડીપાસાના જુગાર સ્થળે એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન 12 શખ્સોને રૂા. 1,02,600ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. ધ્રોલ ગામના ગાયત્રીનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન સાત શખ્સોને રૂા. 35,100ની રોકડ સાથે ઝડપી લીધાં હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના હાપામાં ગેરેજની ઉપર આવેલી મોહસિન ઉર્ફે છોટીયો સત્તાર
સાટીની ઓરડીમાં ઘોડીપાસાનો જુગાર રમાતા સ્થળે એલસીબીના પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એ. વી. ખેર તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન એલસીબીએ મોહસિન ઉર્ફે છોટિયો સત્તાર સાટી, વિવેક જયરાજ ચૌહાણ, ઇસુબ આમદ આમરોણિયા, સુનિલ સુરેશ મારૂ, મુસ્તકીમ નઝીર લુસવાલા, મુસ્તફા સીદીક ગલેરિયા, શબ્બીર ગુલામ ખેરાણી, અનવર મહેબૂબ શાહમદાર, અબુ કાસમ મતવા, અખ્તર નૂરમામદ શેખ, શબ્બીર મહમદ જમાલિયા અને ઇરફાન સલીમ બલોચ નામના 12 શખ્સોને રૂા. 71,600ની રોકડ, ઘોડીપાસાના બે નંગ, રૂા. 31 હજારની કિંમતના આઠ મોબાઇલ મળી કુલ રૂા. 1,02,600ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો ધ્રોલ ગામમાં આવેલા ગાયત્રીનગરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે ઇન્ચાર્જ પીઆઇ પી. એન. ખાચર, હે.કો. સી. જે. જાડેજા, જે.ડી. ગોગરા, પો.કો. કિશોરભાઇ ડાભી સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન અરવિંદ મનસુખ અઘેરા, ભરત કુરજી મકવાણા, જયેશ ગોવિંદ ડઢાણિયા, ઓસમાણ આરબી સુમારિયા, શૈલેષ રમેશ કાઠિયા, વિજય રમેશ કાઠિયા, કમલેશ ઉર્ફે રામકો મગન રાઠોડ નામના સાત શખ્સોને પોલીસે રૂા. 35,100ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધાં હતાં.
ત્રીજો દરોડો જામનગર તાલુકાના મોડપર ગામમાં બાવળની કાંટમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન ભરત છગન ધામેચા, રામજી જયંતી રાઠોડ, ઇમરાન મામદ શાહમદાર, કિશોર જેઠા ખરા, દાના દુદા મકવાણા નામના પાંચ શખ્સને રૂા. 18,550ની રોકડ રકમ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં મામદશા પીરની દરગાહવાળી શેરીમાં જુગાર રમતાં ફારૂક ઇકબાલ ખફી, ભીખુ કાસમ ચના, સલીમ મામદ ખીરા, ઇમરાન હુશેન તાયાણી, મામદ અલ્લારખા સંધી નામના પાંચ શખ્સોને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 13,900ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની તજવીજ આદરી હતી.
પાંચમો દરોડો જામનગર ગુલાબનગર વિસ્તારમાં આવેલા દેવીપૂજક વાસમાં જાહેરમાં જુગાર રમતાં કિશન બાબુ સોલંકી, અજય સુરેશ ચુડાસમા, ધર્મેશ ખનુભાઇ રાઠોડ, ગોવિંદ બાબુ સોલંકી, હરિશ બાબુ પરમાર નામના પાંચ શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે કાટ-છાપનો જુગાર રમતાં ઝડપી લઇ રૂપિયા 7801ની રોકડ રકમ કબ્જે કરી આગળની કાર્યવાહી આરંભી હતી.
છઠ્ઠો દરોડો જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા દેવીપૂજક વાસમાં જાહેરમાં જુગાર રમતાં ગુલામહુશેન ઉર્ફે ગુલ્લા અલી શેખ, નવીન નાથા ચુડાસમા, અલ્તાફ ઓસમાણ શેખ, હારૂન હુશેન પરમાર નામના ચાર શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 1980ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધાં હતાં.


