Monday, August 10, 2026
Homeરાજ્યહાલારસગીરા સાથે દુષ્કર્મના કેસમાં નરાધમ શખ્સને 20 વર્ષની સજા

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં નરાધમ શખ્સને 20 વર્ષની સજા

સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં નરાધમ શખ્સને પોકસો કોર્ટ દ્વારા 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.20 હજારનો દંડ ફટકાર્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ, માળીયા મીયાણામાં રહેતાં સલીમ હાજી જામ (ઉ.વ.30) નામના શખ્સે પોતે લગ્ન કર્યા હોવા છતાં પાંચ સંતાનોનો પિતા હોવા છતાં 13 વર્ષની સગીરાનો ફોનમાં કોન્ટેકટ કરી વાતચીત કરી પોતાની પાસે બોલાવી હતી. મોરબી પોતાના ભાભીના ઘરે તથા મોરબીની હોટલમાં લઇ જઇ સગીરા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ પોકસો કોર્ટમાં ચાલી જતાં સ્પેશિયલ પોકસો કોર્ટના જજ આર પી મોગેરાએ આરોપી સલીમ હાજી જામ નામના શખ્સને તકસીરવાન ઠેરવી પોકસો કલમ 4 અને 6 હેઠળ 20 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.20 હજારનો દંડ ફટકાર્યો હતો તેમજ પોકસો કલમ 8 અને 12 હેઠળ 3 વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular