દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે દ્વારકા નજીક આવેલી એક ખાનગી કંપનીમાં થયેલી એલ્યુમિનિયમ તથા કોપર વાયર ચોરી પ્રકરણની તપાસમાં સાત શખ્સોને દબોચી લીધા હતા. જેમાં રીઢા ગુનેગારો પાસેથી પોલીસે ચોરીનો મળી, કુલ રૂ. 9.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા નજીકના કુરંગા વિસ્તારમાં આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીમાંથી થોડા સમય પૂર્વે રૂપિયા 6 લાખની કિંમતના આશરે 295 કિ.ગ્રા. એલ્યુમિનિયમ તેમજ કોપર વાયરની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એમ.વી. સવસેટા તથા સ્ટાફ દ્વારા જિલ્લામાં બનેલા ચોરી સહિતના બનાવો અંગે હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં લઈને તેમને માહિતી મળી હતી કે ખંભાળિયા ખાતે રહેતા અમુક શખ્સો કેબલ વાયરની ચોરી કરે છે અને હાલ તેઓ કેરી વાહનમાં કેબલ વાયરને ભરી અને ખંભાળિયા – પોરબંદર માર્ગ પરથી પસાર થતા હોય, એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી.
જામનગર તરફ ચોરીના વાયર વેંચવા જઈ રહેલા સાત શખ્સોને એલ્યુમિનિયમ તથા કેબલ વાયરના જથ્થા સાથે એલસીબી પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી દ્વારા ઝડપી લઇ, આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેઓએ દ્વારકા નજીકના કુરંગા વિસ્તારમાં આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીમાંથી આ વાયરની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
આથી પોલીસે ખંભાળિયામાં વિરમદળ ગામની સીમમાં રહેતા રણજીત ઉર્ફે અન્ટી નાથાભાઈ વાઘેલા, ગુલાબ નગર ટેકરી વિસ્તારમાં રહેતા વિજય ઉઠે વીજલો રાજુભાઈ વાઘેલા, રામ રાજુભાઈ સોલંકી, મનસુખ ઉર્ફે ટકો ઝવેરભાઈ સોલંકી, કરણ જયંતીભાઈ સોલંકી, અનિલ મનસુખ ભીખા સોલંકી અને મહેશ ઉર્ફે મયલો નાનજીભાઈ બાબુ વઢીયાર નામના સાત શખ્સોની વિધિવત રીતે અટકાયત કરી હતી.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 2.43 લાખની કિંમતનો 270 કિલોગ્રામ કોપર વાયર, રૂ. 36,000 ની કિંમતનો 90 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર તથા રૂપિયા 4,72,000 ની રોકડ રકમ રૂપિયા, રૂ. 2 લાખની કિંમતનું મારુતિ કંપનીનું કેરી પીકઅપ વાહન તથા કટર, લોખંડની તણી વિગેરે મળી, કુલ રૂ. 9,51,300 નો મુદ્દામાલ કબજે કરી, આગળની તપાસ અર્થે આરોપીઓનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.
એલસીબી પોલીસની વધુ તપાસમા ઝડપાયેલા આરોપી અનિલ મનસુખ સોલંકી સામે ખંભાળિયા ઉપરાંત વાડીનાર, મેઘપર અને જૂનાગઢ મળી કુલ 10 ગુનાઓ તેમજ મનસુખ ઉર્ફે ટકો ઝવેર સોલંકી સામે પણ ખંભાળિયા અને લાલપુર તાલુકામાં 10 ગુના, કરણ જેન્તી સોલંકી સામે ગોંડલનમાં અને રણજિત ઉર્ફે અન્ટી નાથા વાઘેલા સામે પણ ખંભાળિયામાં એક ગુનો નોંધાયો છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશી, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા સાથે સ્ટાફના મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, જગદીશભાઈ કરમુર, મુકેશભાઈ વાઘેલા, કિશોરભાઈ નંદાણીયા, કુલદીપસિંહ જાડેજા, અરજણભાઈ મારુ, દીપકભાઈ રાવલીયા, લાખાભાઈ પિંડારિયા, ખીમભાઈ આંબલીયા, ગોવિંદભાઈ કરમુર, ખીમાભાઈ કરમુર, પીઠાભાઈ જોગલ, મુકેશભાઈ કેસરિયા, સહદેવસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, વિશ્વદિપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા અને સચિનભાઈ નકુમ દ્વારા કરવામાં આવ્યો.


