Wednesday, August 5, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ચોથામાળે બાલ્કનીમાંથી પટકાતા યુવતીનું મૃત્યુ

જામનગરમાં ચોથામાળે બાલ્કનીમાંથી પટકાતા યુવતીનું મૃત્યુ

જામનગરના પટેલકોલોનીમાં રહેતી યુવતી પોતાના ઘરની બાલ્કનીમાં ચોથા માળેથી પટકાતા સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

- Advertisement -

બનાવની મળતી વિગત મુજબ, જામનગર શહેરના પટેલકોલોની વિકાસગૃહ રોડ કંચનદિપ એપાર્ટમેન્ટ ફલેટ નંબર-401 માં રહેતી અને સોની કામ કરતી નિકીતાબેન વત્સલભાઈ પટ્ટણી (ઉ.વ.25) નામની યુવતી તા.4 ના બપોરના સમયે પોતાના ઘરની બાલ્કનીમાં ચોથામાળેથી નીચે પટકાઈ હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ અંગે તેમના પતિ વત્સલભાઈ દ્વારા પોલીસને જાણ કરતા સિટી બી પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular