કાલાવડના નાની નાગાઝાર ગામમાં યુવાનની પત્ની તેણીના પિતા સાથે જતી રહેતાં તેનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી હતી. આ અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, મુળ જાબવા જિલ્લાના છોટી ઈટાળા ગામના અને હાલ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાઝાર ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા કરણભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા (ઉ.વ.25) નામના યુવાનની પત્ની તેણીના પિતા સાથે જતી રહેતા તેનું મનમાં લાગી આવતા ગત તા.13 જુલાઈના ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે જી. જી. હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર કારગત ન નિવડતા તા.4 ના તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે દિલીપભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયાએ પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય હેકો એમ.એ. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


