Wednesday, August 5, 2026
Homeરાજ્યહાલારચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ તથા દંડ

ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ તથા દંડ

ખંભાળિયામાં વિનાયક સોસાયટી વિસ્તારમાં રહેતા ફરિયાદી રાજશીભાઈ રામાભઈ વરવારીયા એ શ્રીજી સોસાયટીમાં રહેતા ભરતભાઈ આલાભાઈ જોગલ સામે ચેક રિટર્ન સંદર્ભે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ અહીંની અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.

- Advertisement -

આ કેસમાં આરોપી ભરતભાઈએ પોતાના પેટ્રોલ પંપમાં નાણાની જરૂરિયાત માટે ફરિયાદી રાજશીભાઈ પાસે રૂપિયા દોઢ લાખની રકમ હાથ ઉછીની લીધી હતી. જેની ચુકવણી માટે તેઓએ આપેલો એચડીએફસી બેન્કનો ચેક બાઉન્સ થતા આરોપી ભરતભાઈ સામે ફરિયાદીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો.
આ કેસ ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે એડવોકેટ એચ.કે. બામરોટીયા દ્વારા રજૂ કરવામાં આવેલા આધાર-પુરાવાઓ તથા દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી ભરતભાઈ આલાભાઈ જોગલને બે વર્ષની કેદ તથા ચેકની રકમનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular