Thursday, July 30, 2026
Homeરાજ્યજામનગરકોણે જામ્યુકોના ઇજનેરોને રૂા.1111નું ઇનામ આપવાની જાહેરાત કરી?

કોણે જામ્યુકોના ઇજનેરોને રૂા.1111નું ઇનામ આપવાની જાહેરાત કરી?

જામનગર મહાપાલિકાના વોર્ડ નં.11ના સત્તાપક્ષના કોર્પોરેટરે જામ્યુકોના ઇજનેરોને રૂા.1111નું ઇનામ આપવાની જાહેરાત કરીને જામ્યુકોના ઇજનેરોની ક્ષમતા, કૌશલ્ય અને કાર્યપઘ્ધતી પર મોટો પ્રશ્ન ઉભો કર્યો છે. તેમની આ જાહેરાત માત્ર ચોંકાવનારી જ નહીં પરંતુ જામ્યુકોના ઇજનેરો માટે નાલેસીભરી અને પડકારજનક છે.

- Advertisement -

જામનગરના વોર્ડ નં.11ના ભાજપના કોર્પોરેટર પ્રકાશ તેજાભાઇ રાઠોડએ મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગુલાબનગર પાસે આવેલી સીન્ડીકેટ સોસાયટી અને શ્યામ ટાઉનશીપમાં છેલ્લા 6 વર્ષથી પાઇપ ગટરનું કામ કરવામાં આવી રહ્યું છે. જામ્યુકોના વિદ્વાન ઇજનેરો દ્વારા અનેક વખત આ વિસ્તારનું નિરીક્ષણ કરી ગટરનું કામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ હજુ સુધી આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકયા નથી. 7-7 વર્ષથી જામ્યુકોના બાહોશ ઇજનેરો આ સમસ્યાનું સર્વેક્ષણ અને નિરીક્ષણ કરી રહ્યા હોવા છતાં આ સમસ્યાનું સમાધાન શોધી શકયા નથી. ત્યારે જામ્યુકોના ઇજનેરો આ બન્ને સોસાયટીઓની આ સમસ્યાનું કરી આપશે તો તેમને કોર્પોરેટર તરફથી રૂા.1111નું ઇનામ આપવામાં આવશે.

કોર્પોરેટર દ્વારા ઇજનેરો માટે ઇનામની આ જાહેરાત જામ્યુકોના ઇતિહાસમાં કદાચ પહેલી હશે કોર્પોરેટરની આ જાહેરાત માત્ર જાહેરાત નથી પરંતુ જામ્યુકોના ઇજનેરોને ક્ષમતા અને કૌશલ્ય સામે સિધો સવાલ છે. ઇજનેરોની અણઆવડતને ઉજાગર કરે છે ત્યારે કોર્પોરેટરની આ જાહેરાત ઇજનેરો માટે શરમજનક ગણી શકાય કોર્પોરેટરનો આ નવતર પ્રયોગ લોકોની આંખ ઉઘાડનારો છે. ત્યારે મ્યુ.કમિશ્નરે પણ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઇ કાર્યવાહી કરવી જોઇએ એટલુ જ નહીં ઇજનેરોએ પણ પોતે સક્ષમ અને નોકરીને લાયક છે. તે સાબીત કરવા આ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવીને કોર્પોરેટરને જવાબ આપવો જોઇએ. અન્યથા કોર્પોરેટરનો આક્ષેપ સાચો સાબીત થઇ શકે છે. જે જામનગર શહેરના વિકાસના હિતમાં તો કયારેય નહીં હોય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular