Thursday, July 30, 2026
Homeરાજ્યહાલારઓખામાં માછીમાર વૃદ્ધને હૃદયરોગનો ઘાતક હુમલો

ઓખામાં માછીમાર વૃદ્ધને હૃદયરોગનો ઘાતક હુમલો

ઓખાના આરકે બંદરમાં રહેતાં મૂળ નવસારીના ગણદેવી તાલુકાના વૃદ્ધને હૃદયરોગનો કાતિલ હુમલો આવતાં તેનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મૂળ રહીશ અને હાલ આર.કે. બંદર વિસ્તારમાં રહી અને માછીમારી કરતા કાળીદાસભાઈ શુક્કરભાઈ હળપતિ (ઉ.વ.60) નામના માછીમાર વૃદ્ધ મંગળવાર તા. 28 ના રોજ રાત્રિના સમયે જમીને તેમની બોટમાં સુતા હતા. ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપાડતા હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મુકેશભાઈ બાબુભાઈ હળપતિએ કરતાં ઓખા મરીન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular