Monday, July 27, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મંદિર પાસે ગંદા પાણીની સમસ્યાને લઇ સફાઇ કામગીરી - VIDEO

જામનગરમાં મંદિર પાસે ગંદા પાણીની સમસ્યાને લઇ સફાઇ કામગીરી – VIDEO

જામનગર શહેર તળાવની પાળના ઢાળિયા પાસે આવેલ મહાદેવ મંદિર પાસે ભૂગર્ભ ગટરના પાણીના પરિણામે દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી પડતી હતી. જેને લઇ સ્ટે. કમિટીના ચેરમેનની ઉપસ્થિતિમાં સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં લાખોટા તળાવના ઢાળિયા પાસે આવેલ અપના બજાર નજીક મહાદેવ મંદિરથી લઇ ટાઉન હોલ સર્કલ પાસે આવેલ રાધાકૃષ્ણના મંદિર સુધી ભૂગર્ભ ગટર ઉભરાવવાથી ગંદકી સર્જાતી હતી. જેને લઇ દર્શનાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્ટે. કમિટી ચેરમેન ધીરેનભાઇ મોનાણીની ઉપસ્થિતિમાં ભૂગર્ભ ગટરની સફાઇ હાથ ધરવામાં આવી હતી અને ગંદા પાણીનો કાયમી નિકાલ થાય તે માટે કાર્યવાહી કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular