જામનગરના મોરકંડા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતાં ત્રણ શખસોને પોલીસે રૂા. 19,060ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. કાલાવડ તાલુકાના આણંદપર ગામમાંથી તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને પોલીસે રૂા. 16,800ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. જામનગરના હવાઇ ચોકમાંથી એકી-બેકીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા. 6300ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરમાં મોરકંડા રોડ ઉપર જંગલપીર જવાના રસ્તે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રોહિત હસમુખ કછેટિયા, વિજય રમેશ વીરમગામા, મોહન ભવાન પરમાર નામના ત્રણ શખ્સોને રૂા. 19,060ની રોકડ રકમ સાથે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન ઝડપી લઇ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો કાલાવડ તાલુકાના આણંદપર ગામના ચોકમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમતા સ્થળે
કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રેઇડ દરમ્યાન અશોક રત્નાભાઇ પાંભર, સંજય ગોરધન જેસડિયા, હિતેષ વાલજી જેસડિયા, લલિત નારણ જેસડિયા, રામજી ભૂસા પાંભર, રાજેશ મોહન જેસડિયા અને હરસુખ કડવા જેસડિયા નામના સાત શખ્સોને રૂા. 16,800ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાંથી જુગાર રમતા રૂપેશ રમેશ લાલકિયા, જયેશ રણછોડ પાડલિયા અને ચાર મહિલા સહિત 6 શખ્સોને રૂપિયા 2800ની રોકડ સાથે શેઠવડાળા પોલીસે ઝડપી લીધાં હતાં.
ચોથો દરોડો જામનગરના હવાઇચોક વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતા રમેશ ઉર્ફે ગોપુ ગોવિંદ મંગે, જગદિશ ઉર્ફે બાટવો વિષ્ણુ ગજરા, સુનિલ જ્ઞાનચંદ લાલવાણી નામના ત્રણ શખ્સોને રૂા. 6300ની રોકડ સાથે સિટી ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


