Monday, July 27, 2026
Homeરાજ્યજામનગરજામનગરના પુનિતનગરમાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

જામનગરના પુનિતનગરમાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતો યુવાન નશાની કુટેવ ધરાવતો હતો. દરમ્યાન તેની ભાડે ઓરડીમાં બેશુદ્ધ થઇ જતાં મોત નિપજયાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા પુનિતનગર, શેરી નંબર એકમાં બળવંતસિંહ જાડેજાના મકાનમાં ભાડે રહેતાં દિનેશકુમાર શ્રીરામ યાદવ (ઉ.વ.45) નામનો યુવાનનો શનિવારે સાંજે તેની ઓરડીમાંથી મૃતદેહ મળી આવતાં આ અંગે દશરથસિંહ દ્વારા જાણ કરાતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને ત્યાં યુવાનનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. જેના આધારે પીએસઆઇ આર. બી. ઠાકોર તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદહેનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી તપાસ હાથ ધરતાં મૃતક દિનેશને નશાની કૂટેવ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular