Saturday, July 25, 2026
Homeરાજ્યજામનગરજેલમાં પ્રતિબંધિત મોબાઇલ ફોન મામલે ડીવાયએસપીએ શું જણાવ્યું? - VIDEO

જેલમાં પ્રતિબંધિત મોબાઇલ ફોન મામલે ડીવાયએસપીએ શું જણાવ્યું? – VIDEO

જામનગરની જિલ્લા જેલમાંથી અવારનવાર પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવાની ઘટના સામાન્ય બની ગઇ છે. સમયાંતરે ચેકિંગ દરમ્યાન મોબાઇલ ફોન મળી આવતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. દરમ્યાન જિલ્લા જેલમાં બિનવારસુ મળી આવેલા મોબાઇલ ફોનમાં પોલીસે પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરતાં વધુ બે શખ્સોની સંડોવણી ખુલી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગરની જિલ્લા જેલમાં સમયાંતરે કરવામાં આવતાં ચેકિંગ દરમ્યાન પ્રતિબંધિત ચીજવસ્તુઓ અવારનવાર મળી આવતી હોય છે. ત્યારે આ બધી પ્રતિબંધિત ચીજવસ્તુઓ જેલમાં અંદર સુધી પહોંચે છે કેવી રીતે? તે ગંભીર પ્રશ્ર્ન છે. દરમ્યાન જામનગરની જેલમાં રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ઇન્ચાર્જ એસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ વર્ષ 2022માં ચેકિંગ દરમ્યાન પ્રતિબંધિત મોબાઇલ ફોન બિનવારસુ મળી આવ્યા હતા. આ પ્રતિબંધિત મોબાઇલ મળી આવ્યાની સાયબર ક્રાઇમ પીઆઇ આઇ. એ. ધાસુરા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ટેકનિકલ માહિતી અને એનાલિસિસના આધારે પોલીસે સાજિદ હારૂન મુસા મલેક (રહે. નાના પાંચ દેવડા, કાલાવડ), નવાઝ જુમા ઓસમાણ દેથા (રહે. સિકકા, જામનગર), ઉબેદુલ્લા ઉર્ફે ઉબેદ અબ્દુલ ઓસમાણ કોરડિયા (રાણ ગામ, કલ્યાણપુર), જાફર સિદિક નૂરમામદ જુણેજા (રહે. ટીટોડીવાડી,જામનગર), જાહીર મ.રફિક હુસેન સંઘવાણી (રહે. મચ્છીપીઠ, માળિયા મીયાણા, મોરબી) નામના પાંચ શખ્સોની સંડોવણી ખુલી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે જિલ્લા જેલમાં રહેલા આ પાંચ શખ્સોની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં બે શખ્સોની સંડોવણી ખુલવા પામી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular