Saturday, July 25, 2026
Homeરાજ્યજામનગરપીજીવીસીએલના કર્મચારી ફોન ન ઉપાડતા વિડીયો વાયરલ - VIDEO

પીજીવીસીએલના કર્મચારી ફોન ન ઉપાડતા વિડીયો વાયરલ – VIDEO

જામનગર શહેરના પટેલ કોલોની સબ-ડિવિઝન હેઠળના બેડેશ્વર પીજીવીસીએલ કચેરીમાં કર્મચારીઓ ફોન ઉપાડતા ન હોય લોકો કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં ફરિયાદ વિભાગમાં કર્મચારીઓ ફોન ઉપાડવાની ના પાડતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.

- Advertisement -

જામનગર શહેરમાં વરસાદનો પ્રારંભ થતાં જ અનેક વિસ્તારમાં વિજળી ગુલ થવાની ઘટનાઓ બની હતી. જેના કારણે લોકો પરેશાન થયા હતાં. એક તરફ વિજળી ગુલ અને બીજી તરફ આ અંગે ફરિયાદ કરવા ફોન કરતા ફોન પણ ન ઉપડતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જામનગર પીજીવીસીએલના પટેલ કોલોની સબ-ડિવિઝન હેઠળના બેડેશ્વરમાં લોકો પીજીવીસીએલમાં વિજ સમસ્યા અંગે ફોન કરતા હતાં. પરંતુ ફોન ન ઉપડતા કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં કર્મચારી ફોન ન ઉપાડતા હોવાનું સામે આવ્યું હતું. કચેરીએ પહોંચેલા શહેરીજનની સામે પણ કર્મચારી ફોન આવતો હોવા છતાં ફોન ઉપાડયો ન હતો અને ફોન નહીં ઉપાડયે તેવું લોકોને જણાવ્યું હતું. જેનો નાગરીકે વિડીયો ઉતારી વાયરલ કરતા પીજીવીસીએલના કર્મચારીની કામગીરી સામે પ્રશ્નો ઉઠયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular