Saturday, July 25, 2026
Homeરાજ્યજામનગરજિલ્લામાં વૃક્ષો ધરાશાયી થતાં માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરી

જિલ્લામાં વૃક્ષો ધરાશાયી થતાં માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરી

ચોમાસાની ઋતુ દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાની પરિસ્થિતિમાં વાહનવ્યવહારને અસર ન થાય તે માટે જામનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

ધ્રોલ-લતીપુર-ટંકારા સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થતાં ધ્રોલ માર્ગ અને મકાન પેટા વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી હતી. માર્ગ પર પડેલા વૃક્ષને ઝડપથી દૂર કરી માર્ગને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

તે જ રીતે, જામનગર-લાલપુર-પોરબંદર સ્ટેટ હાઈવે પર પણ વૃક્ષો ધરાશાયી થતાં જામજોધપુર માર્ગ અને મકાન પેટા વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી માર્ગ પર પડેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ટૂંક સમયમાં જ રસ્તો ખુલ્લો કરાવી વાહનવ્યવહારને સુગમ બનાવવામાં આવ્યો હતો.

- Advertisement -

ચોમાસા દરમિયાન માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવા જેવી પરિસ્થિતિમાં વાહનવ્યવહારને ઓછામાં ઓછી અસર થાય અને નાગરિકોને સલામત તથા સરળ અવરજવર મળી રહે તે માટે માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ દ્વારા ત્વરિત પ્રતિસાદ સાથે કામગીરી કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular