Friday, July 17, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ખંભાળિયામાંથી પોલીસે બે શખ્સોનો દારૂની બોટલ અને ચપલા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દારૂના દરોડાની વિગત મુજબ ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્તારમાં આવેલી એક શાળા પાસે રહેતા વિશાલ નીતિનભાઈ ઉર્ફે કુમાર સોમૈયા (ઉ.વ.28) નામના શખ્સ સાથે અત્રે બરછા સ્ટ્રીટ પાસે રહેતા પારસગર ઉર્ફે પાલિયો રમેશગર ગોસ્વામી નામના શખ્સોના કબજામાંથી પોલીસે રૂ. 30,169ની કિંમતની વિદેશી દારૂની 43 બોટલ તેમજ રૂ. 6,775ની કિંમતના વિદેશી દારૂના 55 ચપલા તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 41,944ના મુદ્દામાલ સાથે આ બંને શખ્સોની અટકાયત કરી હતી.

- Advertisement -

દારૂની બાટલીઓ તેને ધ્રોલ તાલુકાના ખાખરા ગામના રહીશ વિજયગીરી જગદીશગીરી ગોસાઈ નામના શખ્સ પાસેથી મેળવી હોવાનું કબૂલતા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ બંને આરોપીઓની અટકાયત કરી, અન્ય આરોપી વિજયગીરી ગોસાઈને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર કાર્યવાહી ખંભાળિયાના પી.આઈ. સી.આર. રાણાના માર્ગદર્શન હેઠળ સંવેદન સ્ટાફના હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા અને કાનાભાઈ લુણાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular