Saturday, July 11, 2026
Homeરાજ્યહાલારધ્રાફામાં તરૂણ શ્રમિકની અગમ્ય કારણોસર આત્મહત્યા

ધ્રાફામાં તરૂણ શ્રમિકની અગમ્ય કારણોસર આત્મહત્યા

શુક્રવારે સવારે સાડી વડે ગળેફાંસો ખાધો : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતાં તરૂણે તેના ઘરે અગમ્ય કારણોસર સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતા જીવાભાઇ ભીખાભાઇ પરમાર નામના પ્રૌઢનો પુત્ર જતિનભાઇ જીવાભાઇ પરમાર (ઉ.વ.17) નામનો મજૂરીકામ કરતાં તરૂણે ગઇકાલે સવારે અગિયાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના સમયગાળામાં તેના ઘરે રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તરૂણને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તરૂણનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા જીવાભાઇ દ્વારા જાણ કરવામાં આવતાં હે.કો. એન. એન. આશાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તરૂણે કયા કારણોસર આત્મહત્યા કરી? તે દિશામાં ઉંડી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular