જામનગર શહેરના ધરારનગરમાં રહેતી યુવતી જોગસપાર્ક પાસેથી કોઇને કહ્યા વિના જતી રહી હોય આ અંગે પોલીસને જાણ કરાઈ હતી.
જામનગર શહેરના ધરારનગર-1 સલીમબાપુના મદ્રેશા પાસે રહેતી અને પ્રાઈવેટ નોકરી કરતી ખુશાલીબેન રસિકભાઈ પીઠડીયા (ઉ.વ.22) નામની યુવતી ગત્ તા.1 ના જોગસપાર્ક પસો આવેલ સ્વીફટ મોલ માર્ટ જામનગરથી કોઇને કીધા વગર જતી રહી હતી. આ અંગે યુવતીના પિતા રસિકભાઈ દ્વારા સિટી બી ડીવીઝનમાં જાણ કરાઇ હતી. યુવતી મધ્યમ બાંધાની અને અંદાજે 4.5 ફુટ હાઈટ તથા ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. આ અંગે સિટી બી પોલીસ દ્વારા ગુમ નોંધ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી.


