Monday, July 6, 2026
Homeરાજ્યહાલારબોગસ દસ્તાવેજો અને નંબરપ્લેટ દ્વારા સરકાર સાથે વિશ્વાસઘાત

બોગસ દસ્તાવેજો અને નંબરપ્લેટ દ્વારા સરકાર સાથે વિશ્વાસઘાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે કેટલાક શખ્સોની ટોળકીએ પૂર્વયોજિત કાવતરું રચી, અને યેનકેન પ્રકારે સરકાર સાથે જીએસટીની ચોરી કરી અને વિશ્વાસઘાત કરવા અંગેના પ્રકરણમાં સાત શખ્સોને ઝડપી લઇ, જુદા જુદા વાહનો, રોકડ, ભંગાર સહિત કુલ રૂપિયા 58.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકાના પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કેટલાક શખ્સોની ટોળકી દ્વારા પૂર્વયોજિત કાવતરું રચીને આબેહૂબ કલર-બ્રાન્ડ દેખાવ વાળી રજીસ્ટ્રેશન નંબરમાં એક જ અંકનો ફેરફાર હોય તેવા પ્રકારની બે આઇસર ગાડીઓ ભાડે લઈને મહારાષ્ટ્ર પાસિંગની અલગ અલગ બે આઇસર ગાડીના રજીસ્ટ્રેશન નંબરમાં વચ્ચે માત્ર એક આંકનો ફેરફાર હોય 5365 નો 5385 નંબર મુજબની ખોટા નંબર પ્લેટ વાળી ગાડી બનાવીને તેનું વજન કાંટો કરાવી, સ્ક્રેપ ભરેલા આઇસર ગાડીનું ખોટી હકીકત વાળી ઈ-વે બિલ તૈયાર કરીને ઓનલાઈન રાખી તેની કે બીજા કોઈ આઇસર ગાડી કે તેમાં ભરેલા માલના કોઈ હાર્ડ કોપી કાગળો સાથે નહીં રાખી બોગલ ઈ-વે બિલ તથા બોગસ આરટીઓ લગત રજીસ્ટ્રેશન નંબર લગાવીને ખોટા દસ્તાવેજો ઉભા કર્યા બાદ તેનો ખરા તરીકે ઉપયોગ કરીને સરકારમાં કાયદેસર રીતે ભરવાના થતા જીએસટીના નાણા બાબતે વિશ્વાસઘાત ઠગાઈ કરી અને ગુનો આચરવામાં આવતા આ અંગે વડોદરાના રહીશ મુકેશ બજરંગલાલ સુથાર, નુરમીયા ઉર્ફે બબલુ સોકતઅલી પઠાણ, બબ્બનકુમાર શિવકુમાર ભારદ્વાજ, દેવાંશુ નારાયણભાઈ રાજપુત તેમજ ભરૂચના રહીશ રવિ કુંદનભાઈ મિશ્રા, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જયસુખ કાળાભાઈ વાઢેર અને મહારાષ્ટ્ર – મુંબઈના હિલેરી પોલ એન્ટોની કેસ્ટેલી નામના સાત વ્યક્તિઓ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ફરિયાદ બાદ આ તમામ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમને હ્યુમન સોર્સીસની મદદથી મળેલી બાતમીના આધારે વડોદરાના આ શખ્સો દ્વારા તેને ઓખામાં સિગ્નેચર બ્રિજ તૈયાર કરતી વખતે આ બ્રિજની બાજુમાં દરિયામાં કામ ચલાઉ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું. જે પ્લેટફોર્મના ભંગાર (સ્ક્રેપ) તોડી, એક ગાડીમાં મહત્તમ વજનનો સ્ક્રેપ ભરી તેના બદલે બીજી આબેહૂબ તેના જેવી જ બીજી આઇસર ગાડીમાં કેપેસિટી મુજબની રેતી, સિમેન્ટના ચોરસા ભરીને વજન કાંટા ઉપર સ્ક્રેપ ભરેલી ગાડીના બદલે રેતી ભરેલી ગાડીના નંબરના ફેરફાર કરી તેનું વજન કાટો કરાવવામાં આવતો હતો.

- Advertisement -

ઓછા વજન કરેલી ગાડીને બદલે સ્ક્રેપ ભરેલી ગાડીના નંબરનું ઈ-વે બિલ ઓનલાઇન જનરેટ કરી અને તેની સાથે ઇન્વોઈસ કે ઈ-વે બિલની હાર્ડ કોપી નહીં રાખી, સરકારમાં ભરવાના થતા નાણા બાબતે સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી, તેનું ટોળકી દ્વારા પાયલોટિંગ કરી, બંને ગાડી વડોદરા તરફ લઈ જતા હોવાની બાતમી સંદર્ભે નેત્રમની મદદથી વાહન સહીતનો આ તમામ મુદ્દામાલ હસ્તગત કરી અને વધુ કાર્યવાહી અર્થે દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 30 લાખની કિંમતના કિંમતની જુદી જુદી બે આઈસર ગાડી, રૂ. 2,00,000 ની કિંમતની મારુતિ સ્વિફ્ટ કાર, રૂ. 20,00,000 ની કિંમતની સ્કોર્પિયો કાર, રૂ. 42,000 રોકડા, રૂ. 60,000 ની કિંમતના 11 મોબાઈલ ફોન, રૂ. 10,000 ની કિંમતના રેતી તથા સિમેન્ટના ચોરસા ઉપરાંત રૂ. 5,74,000 ની કિંમતનો આશરે 28,700 કિલોગ્રામ સ્ક્રેપ મળી કુલ રૂપિયા 58,86,000 નો મુદ્દામાને હાલ શકમંદ તરીકે કબજે કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ પ્રકારના ગુનાની મોડેસ ઓપરેન્ડીમાં આરોપીઓ દ્વારા પૂર્વયોજિત કાવતરું ઘડી, એક જ પ્રકારના દેખાવવાળી આબેહૂબ બે ગાડીઓ ભાડે મેળવી અને તેમાં માલ સામાનના ઈ-વે બિલ અંગે છેડછાડ કરી, અને જીએસટીના નાણા બાબતે છેતરપિંડી આચરવામાં આવતી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા, દ્વારકાના પી.એસ.આઈ. આર.એલ. ચોપડા, ઓખાના પી.એસ.આઈ. કે.એમ. જાડેજા તેમજ એલ.સી.બી. સાથે દ્વારકા અને ઓખા પોલીસ સહિતની ટીમ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular