જામનગર શહેરમાં રામેશ્વરનગર, પટેલવાડી, શેરી નંબર 6માંથી સિટી ‘બી’ પોલીસે બે મહિલા સહિત પાંચ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી લીધાં હતાં. રેઇડ દરમ્યાન એક શખ્સ નાસી જતાં તેની શોધખોળ આદરી હતી.
જુગારના દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં રામેશ્વરનગર, પટેલવાડી, શેરી નંબર 6માં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની સિટી ‘બી’ હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પો.કો. છત્રપાલસિંહ જાડેજા તથા મયૂરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સિટી ‘બી’ પોલીસે રેઇડ દરમ્યાન દીપક હસમુખ કોટેચા, આશિષ સંપતલાલ મહેતા, હાર્દિક ગુણવંતરાય ભટ્ટ તથા બે મહિલાઓને જુગાર રમતાં ઝડપી લઇ તેઓ પાસેથી રૂા. 13,300ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન રણજિતસિંહ પરમાર નામનો શખ્સ નાસી જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.
રામેશ્વરનગર પટેલવાડીમાંથી બે મહિલા સહિત પાંચ શખ્સો તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા
એક શખ્સ નાસી જતાં શોધખોળ : રૂા. 13,300ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે


