Saturday, June 27, 2026
Homeરાજ્યજામનગરઅમદાવાદ બોપલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ દ્વારા રૂપિયા 10 લાખની લાંચની માંગણી

અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ દ્વારા રૂપિયા 10 લાખની લાંચની માંગણી

ફરિયાદી વિરૂદ્ધ ગુનો દાખલ ન કરવા માટે લાંચ માંગી : રકઝક બાદ રૂપિયા પાંચ લાખનું નક્કી થયું : એસીબીના છટકામાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતાં ઝડપાયો

અમદાવાદના પીએસઆઇ તથા હેડ કોન્સ્ટેબલએ ફરિયાદી વિરૂદ્ધ ગુનો દાખલ નહીં કરવા રૂપિયા દસ લાખની લાંચ માંગી રકઝક બાદ રૂપિયા પાંચ લાખની લાંચ નક્કી થઇ હતી. જેમાં હેડ કોન્સ્ટેબલ રૂપિયા પાંચ લાખની લાંચ લેતાં એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો હતો.

- Advertisement -

આ લાંચકાંડની મળતી વિગત મુજબ અમદાવાદ (ગ્રામ્ય)ના બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પ્રીતલબેન જશુભાઈ ચૌધરીએ ફરિયાદી વિરૂદ્ધ ગુનો દાખલ નહીં કરવાના કામે રૂપિયા દસ લાખની લાંચ માંગી હતી અને ફરિયાદીએ રકઝક કરતાં પીએસઆઇ પ્રીતલબેન તથા હેડ કોન્સ્ટેબલ દિલીપ મફતભાઇ ભોઇ દ્વારા રૂપિયા પાંચ લાખ લેવાનું નક્કી કર્યું હતું. ફરિયાદી આ લાંચના નાણાંઆપવા માંગતા ન હોય ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ ખાતે ફરિયાદ કરી હતી.

ફરિયાદીની ફરિયાદના આધારે તા. 26ના એસીબી પોલીસે અમદાવાદ (ગ્રામ્ય)ના બોપલ પોલીસ સ્ટેશન શીલજ બીટ, સાયબર ક્રાઇમ ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. અમદાવાદ એસીબીના મદદનિશ નિયામક એમ. એચ. પુવારના સુપરવિઝન હેઠળ એસીબી અમદાવાદના નાયબ નિયામક ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડા તથા ખેડા એસીબીના પીઆઇ એ. આર. પ્રજાપતિ તથા ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં હેડ કોન્સ્ટેબલ દિલીપ મફતભાઇ ભોઇએ ફરિયાદી સાથે હેતૂલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી રૂપિયા પાંચ લાખ લાંચ પેટે સ્વિકારી પીએસઆઇ પ્રીતલબેનને ફોન કરી સ્પિકર ઉપર લાંચના નાણા મળી ગયા હોવાનું જણાવતાં પીએસઆઇએ સહમતિ આપી હતી.

- Advertisement -

આમ, એસીબીની ટ્રેપમાં હેડ કોન્સ્ટેબલ રંગેહાથ લાંચ લેતાં ઝડપાયા હતા અને પીએસઆઇ સ્થળ ઉપર હાજર નહીં મળી આવતાં તેની શોધખોળ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular