Tuesday, June 16, 2026
Homeરાજ્યહાલારદ્વારકાધીશના દર્શનાર્થે લોકગાયિકા ગીતાબેન રબારી

દ્વારકાધીશના દર્શનાર્થે લોકગાયિકા ગીતાબેન રબારી

ગુજરાતની જાણીતી લોકગાયિકા ગીતા રબારીએ દેવભૂમિ દ્વારકાની ધાર્મિક મુલાકાત લઈ પવિત્ર યાત્રાધામના દર્શન કર્યા હતા. દ્વારકા આગમન દરમિયાન તેમણે પ્રથમ નાગેશ્ર્વર જ્યોતિર્લિંગ ખાતે ભગવાન શિવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમણે દ્વારકાધીશ મંદિરમાં જઈ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શિશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ધાર્મિક ભાવના સાથે દ્વારકા પહોંચેલા ગીતાબેન રબારીએ મંદિર પરંપરા મુજબ વિધિવત પૂજન કર્યું હતું. તેમણે ભગવાનને પ્રાર્થના કરી પોતાના સંગીત ક્ષેત્રમાં સતત પ્રગતિ, આગામી કાર્યક્રમો અને સૌના સુખ-શાંતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

- Advertisement -

ગીતાબેન રબારીના દ્વારકા આગમનની જાણ થતાં જ તેમના ચાહકો અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં ઉપસ્થિત લોકોએ તેમની સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. લોકપ્રિય કલાકાર તરીકે જાણીતા ગીતાબેનને જોઈ ભક્તોમાં આનંદનો માહોલ સર્જાયો હતો.

દ્વારકાધામની મુલાકાત દરમિયાન તેમણે યાત્રાધામની આધ્યાત્મિકતા અને ભક્તિભાવનો અનુભવ કર્યો હતો. તેમણે દ્વારકાધીશ ભગવાન પાસે દેશ-વિદેશના તમામ ભક્તોના કલ્યાણ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
ગીતાબેન રબારીની આ ધાર્મિક મુલાકાતની તસવીરો અને માહિતી સામે આવતા તેમના પ્રશંસકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકાની આ મુલાકાત તેમના માટે યાદગાર આધ્યાત્મિક અનુભવ બની રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular