Monday, July 6, 2026
Homeરાજ્યહાલારદાતાની ગોળાઇ નજીક XUV કાર સળગી ગઇ

દાતાની ગોળાઇ નજીક XUV કાર સળગી ગઇ

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર દાતા ગામની ગોળાઇ પાસેથી પસાર થતી XUV કારમાં અચાનક આગ લાગતા કારમાં સવાર બે વ્યક્તિઓ દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર દાતા ગામની ગોળાઇ નજીક ગત રાત્રીના સમયે પસાર થતી XUV કારમાં કોઇ કારણસર શોર્ટ-સર્કિટ થવાથી આગ ભભૂકી ઉઠી હતી. જો કે, થોડાં જ સમયમાં આગ વધુ વિકરાળ બની ગઇ હતી. તે પહેલાં કારમાં રહેલ બે વ્યક્તિઓ દાઝી ગઇ હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. આગને કાબૂમાં લીધી હતી. પરંતુ તે પહેલાં કાર સળગીને ખાખ થઇ ગઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular