જામનગરમાં ગુજરાત બોર્ડની પુરક પરિક્ષાનો પ્રારંભ થયો હતો શહેરની વિવિધ શાળાઓમાં ધોરણ 10 અને 12ના પુરક પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતાં.
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.10 અને ધો.12ની જુન 2026ની પુરક પરિક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે આગામી તા.20 જુન સુધી આ પરીક્ષાઓ યોજાશે. જામનગર શહેરમાં વિવિધ શાળાઓમાં સવારે 10 થી 1-15, સવારે 10-30 થી 1-45 તથા બપોરે 3 થી 6-30 દરમિયાન આ પરીક્ષા યોજાશે. વિદ્યાર્થી શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ આપી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ વહિવટી તંત્ર દ્વારા પણ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. આજે સવારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતાં જેને લઇ તંત્ર સજ્જ રહ્યું હતું.
View this post on Instagram


