અધિક માસના પાવન અવસરે તારીખ ૮ જૂન, ૨૦૨૬ના રોજ જગતપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પવિત્ર અવસરને લઈ મંદિર પ્રશાસન દ્વારા આરતી અને દર્શનનું વિશેષ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
ભક્તો દિવસભર વિવિધ દર્શન અને ધાર્મિક કાર્યક્રમોનો લાભ મેળવી શકશે. સવારે મંગલા આરતીથી લઈને મધ્યરાત્રિના જન્મોત્સવ સુધી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાશે.
વિશેષ સમયપત્રક
સવારે ૦૫:૩૦ કલાકે મંગલા આરતી
સવારે ૦૫:૩૦ થી ૦૮:૦૦ સુધી મંગલા દર્શન
સવારે ૦૮:૦૦ થી ૦૮:૪૫ સુધી ખુલ્લા પડદે ભગવાન દ્વારકાધીશનો દિવ્ય અભિષેક
સવારે ૧૦:૩૦ કલાકે શૃંગાર આરતી
બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે
બપોરે ૦૧:૦૦ થી સાંજે ૦૫:૦૦ સુધી મંદિર મંગલ (બંધ) રહેશે
સાંજે ૦૫:૦૦ કલાકે ઉત્થાપન દર્શન
રાત્રે ૦૯:૦૦ વાગ્યા સુધી દર્શનનો લાભ મળશે
રાત્રે ૦૯:૦૦ થી ૧૨:૦૦ સુધી મંદિર બંધ રહેશે
રાત્રે ૧૨:૦૦ કલાકે ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મોત્સવની ભવ્ય ઉજવણી શરૂ થશે
મંદિર પ્રશાસન દ્વારા તમામ વૈષ્ણવ ભક્તો અને ભાવિકોને આ પાવન ઉત્સવમાં સહભાગી બની ભગવાનના જન્મોત્સવના દિવ્ય દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


