જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે ભૂસ્તરશાસ્ત્ર વિભાગે સઘન કાર્યવાહી કરી છે. ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરાની સૂચનાથી, તપાસ ટીમે જામજોધપુરના જસાપર અને જામનગરના ધુતારપર ગામમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જામજોધપુર તાલુકાના જસાપર ગામના નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતીના ગેરકાયદેસર ખનન અને વહન અંગે બાતમી મળી હતી. તેના આધારે તપાસ કરતા સ્થળ પરથી એક JCB મશીન (નંબર bf GJ-37-S-9898) અને બે ડમ્પર (નંબર bf BR-31-GA-6182-6182 અને BR-25-GA-6025) ઝડપાયા હતા આ ત્રણેય વાહનોના માલિક રાજેશભાઈ કાંબરિયા હોવાનું સામે આવ્યું છે.
![]()


