જામનગર પોલીસ અધિક્ષક દ્વારા શહેર અને જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતાં 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવાનો આદેશ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા શહેર અને જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતાં. આ બદલીના ઓર્ડરમાં રાહુલ ઈશ્વરભાઈ મકવાણાને પોલીસ હેડકવાર્ટરથી સિટી ‘બી’ ડિવિ. પોલીસ સ્ટેશન, મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને પોલીસ હેડકવાર્ટરથી લાલપુર, જયપાલસિંહ સુરેન્દ્રસિંહ જાડેજાને કાલાવડ (ગ્રામ્ય)થી લાલપુર, આશાબેન રમેશભાઇ ધામેચાને બેડી મરીનથી જિલ્લા એલઆઇબી, જયસુખ આંબાભાઇ રાઠોડને પંચ ‘એ’માંથી ધ્રોલ તથા ભાવેશકુમાર હરિભાઇ લાંબરિયાને પંચ ‘એ’માંથી જોડિયા, રવિન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજાને પોલીસ હેડકવાર્ટરથી સિટી ‘બી’ ડિવિઝન, લગધીરસિંહ માવુભા જાડેજાને પોલીસ હેડકવાર્ટરથી પેરોલ ફર્લો સ્કવોડ, મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાને પોલીસ હેડકવાર્ટરથી સિકકા, વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા સિટી ‘એ’માંથી મેઘપર, શહેનાઝ નૂરમામદભાઇ ધોધાને કાલાવડ (ગ્રામ્ય)થી જિલ્લા એલઆઇબી ખાતે બદલી કરવામાં આવી છે.
તેમજ જયદીપકુમાર મનુભાઇ મઠિયાને ટ્રાફિકમાંથી ધ્રોલ, ઇલાબેન મેઘાભાઇ મકવાણાને મહિલા પોલીસ સ્ટેશનમાંથી એર સિક્યોરિટી, વર્ષાબેન રતિલાલ સોલંકીને બેડી મરીન પોલીસમાંથી કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર-જામનગર, બ્રિજરાજસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજાને શેઠવડાળાથી મદદનીશ પોલીસ અધિક્ષક કચેરી લાલપુર, માધુરી હરેશકુમાર ભટ્ટને લાલપુરથી બેડી મરીન, ભરતસિંહ દાનસિંગ ક્યોરને જામજોધપુરથી પોલીસ કંટ્રોલ જામનગર, મયૂરીબેન રાજેશભાઇ છૈયાને મહિલા પો. સ્ટેશનથી કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર, સીમાબેન પરબતભાઇ ચૌહાણને સિટી ‘બી’માંથી કમાન્ડ એન્ડ કંટ્રોલ , દિનેશકુમાર ખોડાભાઇ ચૌહાણને શેઠવડાળાથી સિટી ‘એ’ જામનગર, રવિન્દ્રસિંહ નાથુભા પરમારને સિટી ‘એ’માંથી રીડર શાખામાં તથા લીલા ઉકાભાઇ કરંગિયાને જામજોધપુરથી લાલપુર મદદનીશ પોલીસ કચેરીમાં મૂકવામાં આવ્યા છે.


