Monday, May 25, 2026
Homeરાજ્યહાલારગઢકડામાં પોતાના ખેતરે ગયેલા વૃદ્ધ ઉપર હુમલો અને ધમકી

ગઢકડામાં પોતાના ખેતરે ગયેલા વૃદ્ધ ઉપર હુમલો અને ધમકી

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામની સીમમાં આવેલી ખેતરે ગયેલા વૃદ્ધને શખ્સે જેમ ફાવે તેમ ગાળો કાઢી હુમલો કરી ધમકી આપી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના વેરાવળ ગામમાં બાલમંદિર પાસે રહેતાં ઇશાકભાઇ સુલેમાનભાઇ રાવકરડા (ઉ.વ.70) નામના વૃદ્ધ રવિવારે સવારના સમયે ગઢકડા ગામની સીમમાં આવેલી તેની ખેતીની જમીનમાં ગયા હતા. ત્યારે જાફર અલ્લારખા દોદા નામના શખ્સે વૃદ્ધને ‘અહીં શું કામ આવ્યો છો?’ તેમ કહી જેમ ફાવે તેમ ગાળો કાઢી લોખંડના પાઇપ વડે હુમલો કરી, “હવે પછી આ જમીનમાં આવ્યો છો તો પતાવી દેવાની ધમકી આપી હતી.” ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ બી. આર. સાગઠિયા તથા સ્ટાફએ શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular