Tuesday, November 17, 2026
Homeરાજ્યજામનગરજામનગર એરફોર્સમાં ત્રણ દિવસ મલ્ટી- નેશનલ HADR એક્સરસાઇઝ ‘સહાયતા સેતુ’ - VIDEO

જામનગર એરફોર્સમાં ત્રણ દિવસ મલ્ટી- નેશનલ HADR એક્સરસાઇઝ ‘સહાયતા સેતુ’ – VIDEO

તા.19ના સ્ટેટિક ડિસ્પ્લે અને FICCI પ્રદર્શનની સાથે મલ્ટી-એજન્સી કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેશન (MACD) યોજાશે : ભારતીય વાયુસેના સહિત વિવિધ સંરક્ષણ દળો અને રાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા આપત્તિ સમયે બચાવ, રાહત અને પુન:સ્થાપન કામગીરીનું થશે નિદર્શન

ભારતીય સંરક્ષણ દળો દ્વારા હેડક્વાર્ટર્સ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તથા હેડક્વાર્ટર્સ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના માર્ગદર્શન હેઠળ વિવિધ રાષ્ટ્રીય એજન્સીઓ અને અન્ય દેશોના સહયોગથી જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આજથી 19 નવેમ્બર દરમિયાન બહુ-રાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (Humanitarian Assistance and Disaster Relief – HADR) કવાયત ‘સહાયતા સેતુ’ નું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના નિર્દેશો અનુસાર યોજાનારી આ કવાયત ભારતીય વાયુસેના દ્વારા ડીફેન્સ સ્ટાફના નેજા હેઠળ સંકલિત માળખામાં હાથ ધરવામાં આવશે.

- Advertisement -

આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ આપત્તિના સમયે વિવિધ સંરક્ષણ દળો, રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર દેશો વચ્ચે સામૂહિક સજ્જતા મજબૂત બનાવવાનો, પરસ્પર કાર્યક્ષમતા અને સંકલન વધારવાનો તેમજ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ઝડપી અને અસરકારક આપત્તિ પ્રતિસાદની ક્ષમતા વિકસાવવાનો છે. આ કવાયત રાષ્ટ્રીય મહત્ત્વની સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ, આપત્તિ પૂર્વતૈયારી અને સામૂહિક સ્થિતિસ્થાપકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને ઉજાગર કરશે. આ ઉપરાંત ક્વાડ (QUAD) દેશો એટલે કે ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં Humanitarian Assistance and Disaster Relief -HADR કાર્યકારી સ્તરની બેઠક પણ યોજાશે.

- Advertisement -

આપત્તિઓ દરમિયાન સમયસર સહાય, અસરકારક સંકલન અને વિવિધ દેશો તથા એજન્સીઓ વચ્ચે સરળ સહયોગ માનવજીવન બચાવવામાં નિર્ણાયક સાબિત થાય છે. વ્યૂહાત્મક હવાઈ પરિવહન ક્ષમતા, ઝડપી પ્રતિસાદ ક્ષમતા અને આપત્તિ રાહત કામગીરીના બહોળા અનુભવના આધારે ભારતીય વાયુસેના કટોકટીના સમયમાં નાગરિકો, વહીવટીતંત્રને સહયોગ આપવા તેમજ માનવતાવાદી સહાય પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

‘સહાયતા સેતુ’ એકસરસાઈઝ આંતરરાષ્ટ્રીય મિત્રતા, એકતા અને સહિયારી જવાબદારીની ભાવનાને પણ પ્રોત્સાહન આપશે. આ કવાયત દ્વારા ભાગ લેનારા દેશોની કાર્યકારી શ્રેષ્ઠતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને માનવતાવાદી સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટિ કરવામાં આવશે. આપત્તિના સમયે પૂર્વતૈયારી, પરસ્પર સહયોગ અને તાત્કાલિક કાર્યવાહી દ્વારા માનવજીવન બચાવી શકાય તેવો મહત્વપૂર્ણ સંદેશ પણ આ કવાયત આપશે.

- Advertisement -

તા.19 નવેમ્બરના મુખ્ય કાર્યક્રમ : સ્ટેટિક પ્રદર્શન અને FICCI  પ્રદર્શની, તેમજ વિવિધ એજન્સીઓની ક્ષમતાઓનું નિદર્શનનો રહેશે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ એ દર્શાવવાનો છે કે આપત્તિના સમયે વિવિધ સરકારી એજન્સીઓ અને સુરક્ષા દળો એકબીજા સાથે સંકલન રાખીને ઝડપથી નિર્ણય લઈ શકે અને અસરગ્રસ્ત લોકોને સમયસર બચાવ તથા રાહત પહોંચાડી શકે.

ટારમેક (ડિસ્પર્સલ એરિયા) ખાતે વિવિધ સુરક્ષા અને નાગરિક એજન્સીઓ દ્વારા આપત્તિ સમયે બચાવ અને રાહત કામગીરીનું પ્રાયોગિક પ્રદર્શન યોજાશે. તેમાં સ્ટેટિક ડિસ્પ્લે, FICCI પ્રદર્શન અને મલ્ટી-એજન્સી કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેશન (MACD) સામેલ રહેશે. જેમાં આપત્તિના કારણે વ્યાપક જરૂરિયાતો ઊભી થવી, પરિસ્થિતિની જાણકારી અને મૂલ્યાંકન મેળવવું, જરૂરિયાત મુજબ સ્થાનિક પ્રતિસાદ ક્ષમતાને મજબૂત બનાવવી, બચાવ, તબીબી સહાય, એન્જિનિયરિંગ અને રાહત કામગીરીનું પરસ્પર સંકલન કરવું તેમજ કામગીરી પૂર્ણ થતાં માહિતી અને જવાબદારીઓની આપલે જેવા વિવિધ તબક્કાઓનો સમાવેશ થાય છે. આ એક્સરસાઇઝ આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ અને સંકલન વધારવાની સાથે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતની સજ્જતા, કાર્યક્ષમતા અને માનવતાવાદી સહાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.

19 નવેમ્બરના યોજાનાર કાર્યક્રમો

10:15 થી 10:30 કલાક દરમિયાન પ્રારંભીક કાર્યક્રમો યોજાશે જેમાં મુખ્ય મહેમાનનું આગમન અને રાષ્ટ્રગીત, અભ્યાસ ક્ષેત્રનો પરિચય, AN-32 વિમાન દ્વારા પેરાશૂટ જમ્પનું નિદર્શન, કવાયત અને સુરક્ષાની સાવચેતી અંગે માહિતી.

10:30 થી 10:45 કલાક દરમિયાન પ્રથમ તબક્કો (હવાઈ નિરીક્ષણ અને પરિસ્થિતિનું મૂલ્યાંકન) જેમાં જગુઆર વિમાન દ્વારા ચક્રવાત પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ, RPA અને ALH દ્વારા હવાઈ સર્વેલન્સ, C-130 વિમાન દ્વારા વ્યૂહાત્મક નિરીક્ષણ અને લાઇવ પ્રસારણ, રેકોલાઇટ પોડ અને ક્વાડકોપ્ટર દ્વારા નિરીક્ષણ.

10:45 થી 11:02 કલાક દરમિયાન બીજો તબક્કો (બચાવ ટુકડીઓની તૈનાતી) જેમાં MI-17  દ્વારા સેનાની બચાવ અને તબીબી ટીમનું ઉતરાણ, Low Hover Jump દ્વારા જવાનોની તૈનાતી,Bambi Bucket દ્વારા હવાઈ અગ્નિશમન, લાઇટ સ્ટ્રાઇક વ્હીકલનું ઉતરાણ, ચિનૂક દ્વારા અથવા કન્ટેનર પહોંચાડવું, C-130 દ્વારા MARCOS કમાન્ડો અને રેસ્ક્યુ ક્રાફ્ટનું નિદર્શન, Fuel Bridging કામગીરી. 10:56 થી 11:16 કલાક દરમિયાન ત્રીજો તબક્કો (બચાવ અને સ્થળાંતર કામગીરી) જેમાં ALH દ્વારા સ્લિથરિંગથી બચાવ ટુકડીનું ઉતરાણ, ચીતા હેલિકોપ્ટર દ્વારા ઇમારતની છત પરથી લોકોને બચાવવા, ડોર્નિયર વિમાન દ્વારા ડિંગી બોટનું ઉતરાણ, રેસ્ક્યુ રોબોટ અને તાલીમબદ્ધ શ્ર્વાનો દ્વારા શોધખોળ, સેના, NDRF અને SDRF દ્વારા કાટમાળમાંથી લોકોને બચાવવા, કામચલાઉ હેલિપેડ અને પુલનું નિર્માણ, ઇજાગ્રસ્તોને વ્હીલ્સ પર ઓપરેશન થિયેટર સુધી પહોંચાડવાનું નિર્દેશન યોજાશે.

11:08 થી 11:16 કલાક દરમિયાન ચોથા તબ્બકા (દરિયાઈ શોધ અને બચાવ કામગીરી)માં દરિયામાં ફસાયેલા લોકોની શોધ, વિંચિંગ દ્વારા લોકોને સુરક્ષિત બહાર કાઢવા, હોસ્પિટલ જહાજ સુધી બચાવાયેલા લોકોને પહોંચાડવા, કોસ્ટ ગાર્ડના ALH દ્વારા લાઇવ વિંચિંગનું નિદર્શન. 11:16 થી 11:28 કલાક દરમિયાન પાંચમો તબક્કો (રાહત અને પુન:સ્થાપન કામગીરી) જેમાં C-295 દ્વારા એસોલ્ટ લેન્ડિંગ અને સેનાનાં વાહનોનું પરિવહન, ગંભીર ઇજાગ્રસ્ત નાગરિકોનું સ્થળાંતર, ડોર્નિયર વિમાન દ્વારા ડિંગી બોટનું નિદર્શન અને ફ્લાયપાસ્ટ. C-17 દ્વારા NDRFનાં ભારે સાધનો પહોંચાડવા, લોજિસ્ટિક્સ ડ્રોન દ્વારા ફિલ્ડ હોસ્પિટલ સુધી સામગ્રી અને લોહી પહોંચાડવું, નૌકાદળના જહાજ અને ALH દ્વારા રાહત કામગીરી. 12:25 થી 12:30 કલાક દરમિયાન (સમાપન) તમામ સહભાગી દળો અને એજન્સીઓની ઉપસ્થિતિ, રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular