Tuesday, November 17, 2026
Homeરાજ્યજામનગરજોડિયા નજીક ગેરકાયદે રેતી ખનન સામે તંત્રની કાર્યવાહી: એક એસ્કેવેટર અને ટ્રક...

જોડિયા નજીક ગેરકાયદે રેતી ખનન સામે તંત્રની કાર્યવાહી: એક એસ્કેવેટર અને ટ્રક જપ્ત – VIDEO

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોડિયા તાલુકાના આણંદા ગામ તથા ભાદરા ગામને લાગુ ઉંડ નદીના પટ્ટ વિસ્તારમાં સાદી રેતીનું બિનઅધિકૃત રીતે ખનન અને વહન થતું હોવાની ફરિયાદ મળતાં તંત્ર હરકતમાં આવ્યું હતું.

- Advertisement -

ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાના આધારે આજે તા. 17 નવેમ્બર, 2026ના રોજ તપાસ ટીમ દ્વારા આ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સાદી રેતીનું બિનઅધિકૃત રીતે ખનન તેમજ વહન થતું હોવાનું સામે આવતાં સ્થળ પરથી એક એસ્કેવેટર મશીન અને એક ટ્રક જપ્ત કરવામાં આવ્યાં હતાં. આણંદા અને ભાદરા ગામ નજીક ઉંડ નદીના પટ્ટ વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન થતું હોવાની ફરિયાદને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતાં સાધનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

તપાસ દરમિયાન સાદી રેતીના ખનન અને વહન સાથે સંકળાયેલું એક એસ્કેવેટર મશીન તથા એક ટ્રક જપ્ત કરવામાં આવ્યાં હતાં. બંને વાહનો અને મશીન સામે નિયમોનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન નિખિલભાઈ આનંદભાઈ, નૈતિકભાઈ, યશભાઈ અને રમેશભાઈ સહિતની તપાસ ટીમ જોડાઈ હતી. નદીના પટ્ટમાંથી ખનીજ સંપત્તિનું બિનઅધિકૃત ખનન અટકાવવા તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે ગેરકાયદે ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular