Monday, May 25, 2026
Homeરાજ્યજામનગરપતિએ ફોન માંગ્યો, પત્નીએ ક્રિકેટના બેટ વડે પતિને ધોકાવ્યો

પતિએ ફોન માંગ્યો, પત્નીએ ક્રિકેટના બેટ વડે પતિને ધોકાવ્યો

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો યુવાન સાસરે તેના પુત્રને મળવા જતાં તેની પત્ની ફોનમાં પતિને મારી નાખવાની વાત કરતી હોવાથી પતિએ ફોન માગતા પત્નીએ ઉશ્કેરાઇને ક્રિકેટના લાકડાના બેટ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા સરદારનગર શેરી નંબર એકમાં રહેતાં બિપીનભાઇ મારખીભાઇ કરમુર (ઉ.વ.40) નામનો યુવાન ગત્ તા. 08ના રોજ તેના પુત્રને મળવા સાસરે ગયો હતો. તે દરમ્યાન તેની પત્ની ભાનુબેન કોઇ સાથે ફોનમાં તેના પતિ બિપીનભાઇને મારી નાખવાની વાત સાંભળી જતાં પતિએ પત્નીનો ફોન જોવા માંગતાં પત્નીએ ફોન આપવાની ના પાડી ઉશ્કેરાઇને ક્રિકેટના લાકડાના બેટ વડે પતિ બિપીનભાઇ ઉપર આડેધડ હુમલો કરી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા પતિને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અંગેની જાણ કરતાં હે.કો. એન. બી. સદાદિયા તથા સ્ટાફએ પતિ બિપીનભાઇની ફરિયાદના આધારે તેની પત્ની ભાનુબેન વિરૂદ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular