કાલાવડ ખાતે યોજાયેલ મેઘવાળ સમાજના પાંચમાં સમુહ લગ્નમાં ડાયરામાં ડોલર અને ચાંદીની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ સમુહ લગ્નમાં સાંસદ અને પૂર્વ ભાજપ પ્રદેશ અઘ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
મળતી વિગત મુજબ કાલાવડ સમસ્ત મેઘવાળ સમાજ લગ્ન સમિતિના પ્રમુખ મનોજ પરમાર દ્વારા પાંચમાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં શ્રી 1008 ગર્ગાચાર્ય જગતગુરૂ પીઠાધીશ્ર્વર મહિન્દ્રાનંદગીરી મહારાજ, જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ અને ભાજપ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ડાયરા દરમિયાન મહિન્દ્રાનંદગીરી મહારાજ અને સાંસદ પુનમબેન માડમ પર ડોલર, ચાંદી અને ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. સુપ્રસિદ્ધ લોકગાયક ગોપાલ ભરવાડે લોકોને લોકગીતમાં ઝુમ્યા હતાં. સમુહ લગ્ન સમિતિના પ્રમુખ મનોજ પરમાર ના જણાવ્યા અનુસાર ડાયરામાં જે પૈસા ઉડાડવા આવ્યા છે તે દીકરીઓના શિક્ષણ કાર્યમાં વાપરવામાં આવશે.
View this post on Instagram


