Wednesday, May 20, 2026
HomeUncategorizedજામનગર અને દેવભૂમિ દ્વારકાના 23 હજારથી વધુ ઘરો બન્યા સોલાર સજ્જ -...

જામનગર અને દેવભૂમિ દ્વારકાના 23 હજારથી વધુ ઘરો બન્યા સોલાર સજ્જ – VIDEO

જામનગરમાં સોલાર ક્રાંતિને વેગ

મે મહિનો બન્યો ‘મંથ ઓફ સોલાર’
, પીએમ સૂર્યઘર યોજના હેઠળ સાડા ચાર હજારથી વધુ નવી અરજીઓ

- Advertisement -

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) ના જામનગર વર્તુળ દ્વારા ચાલુ મે મહિનાને વિશેષ રીતે ‘મંથ ઓફ સોલાર’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ‘પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના’ ને વધુ લોકપ્રિય બનાવવા તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના લોકો સુધી યોજનાનો લાભ પહોંચાડવા માટે તંત્ર દ્વારા વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.

PGVCL જામનગર વર્તુળના અધિકારીઓ હષિત ડી. વ્યાસના જણાવ્યા અનુસાર, લોકો પોતાના ઘરો પર સોલાર પેનલ સ્થાપિત કરી મફત વીજળીનો લાભ લઈ શકે તે માટે સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોમાં યોજનાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

યોજનાની જાણકારી દરેક ઘેર પહોંચે તે માટે PGVCL દ્વારા ડોર-ટુ-ડોર કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. કર્મચારીઓ દ્વારા ઘરેઘરે જઈ યોજનાની વિગતો સમજાવવામાં આવી રહી છે તેમજ પેમ્ફ્લેટનું વિતરણ કરીને સબસિડી, અરજી પ્રક્રિયા અને સોલાર સિસ્ટમના ફાયદાઓ અંગે માહિતી આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત તમામ સબ-ડિવિઝન કચેરીઓને સક્રિય બનાવી વધુમાં વધુ લોકોને યોજનામાં જોડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.

- Advertisement -

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ યોજના પ્રત્યે જાગૃતિ લાવવા ખાસ ‘વિલેજ કેમ્પિંગ’ યોજાઈ રહ્યા છે. ગામોમાં કેમ્પ ગોઠવી લોકોને સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી ગ્રામ્ય પરિવારો સરળતાથી અરજી કરી શકે અને સરકારની સબસિડીનો લાભ મેળવી શકે.

માત્ર મે મહિનામાં જ 4,500 વધુ નવી અરજીઓ

અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાલુ મે મહિનામાં જ જામનગર વર્તુળ હેઠળ 4500 થી વધુ નવી અરજીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે. આ આંકડો દર્શાવે છે કે લોકો હવે પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટાડીને સોલાર ઊર્જા તરફ ઝડપથી વળી રહ્યા છે.

લાંબા ગાળાના આંકડાઓ મુજબ, જામનગર સર્કલ હેઠળ આવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં અત્યાર સુધી કુલ 23,211 ઘરોમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો સફળ અમલ થઈ ચૂક્યો છે.

આ તમામ લાભાર્થીઓને સરકાર તરફથી મળવાપાત્ર સબસિડી ચૂકવાઈ ચૂકી છે તેમજ તેમના ઘરોમાં સોલાર પેનલ સાથે સોલાર મીટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

લાખો યુનિટ વીજળીની બચત, બિલમાં મોટી રાહત

સોલાર સિસ્ટમ કાર્યરત થતા હજારો પરિવારોને હવે પોતાના વીજ બિલમાં મોટી રાહત મળી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, લાખો યુનિટ વીજળીની બચત થઈ રહી છે, જેના કારણે ગ્રાહકોના ખર્ચમાં ઘટાડો થયો છે.

સાથે જ સોલાર ઊર્જાનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે પણ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાથી હરિત ઊર્જાને પ્રોત્સાહન મળી રહ્યું છે અને સ્વચ્છ ઊર્જા તરફ લોકોનો વિશ્વાસ મજબૂત બની રહ્યો છે.

‘મંથ ઓફ સોલાર’ અભિયાન દ્વારા જામનગર જિલ્લામાં હરિત ઊર્જા પ્રત્યે લોકોમાં નવી જાગૃતિ જોવા મળી રહી છે. સરકાર અને PGVCLના સંયુક્ત પ્રયાસોથી આગામી સમયમાં વધુ ઘરો સોલાર સજ્જ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular