સોશિયલ મીડિયા પર હાલમાં એક અત્યંત રમુજી અને ચર્ચાસ્પદ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવકે પોતાની બાઈકને જ ચાલતા-ફરતા નાસ્તા સેન્ટરમાં ફેરવી દીધી છે.
અત્યાર સુધી તમે બાઈક કે ગાડીઓમાં સામાન મૂકવા માટે ટ્રંક કે ગ્લોવ બોક્સ જોયા હશે, પરંતુ આ વિડીયોમાં જોવા મળતો દેશી જુગાડ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
समोसे बनाकर रखने का नया देसी जुगाड़ pic.twitter.com/d0Im4F8Hkf
— Nitanshi (@Nita9380) July 17, 2026
બાઈકના આગળના હેડલાઇટના ભાગમાં લાઈટની જગ્યાએ ગરમાગરમ સમોસા રાખવા માટે અનોખું સેટઅપ કરવામાં આવ્યું છે.જ્યાં જોઈ શકાય છે કે ચાવી વડે આગળનું બોક્સ ખોલવામાં આવે છે અને તેમાંથી ગરમા ગરમ સમોસા કાઢવામાં આવે છે.જયારે નંબર લોકથી પાછળનું બોક્સ ખોલી ને ત્યાં થી કોલ્ડ્રીંક કાઢવામાં આવે છે.અને આ બંને માટે
બાઈકની પાછળની સાઈડમાં નાની પ્લેટ ગ્લાસ રાખવા માટે, કી-પેડ સિસ્ટમ અને કોલ્ડડ્રિંકની બોટલ ફિટ કરીને નાસ્તા પાર્ટીની અનોખી વ્યવસ્થા ઊભી કરાઈ છે.
રસ્તા પર ગમે ત્યાં બાઈક ઉભી રાખીને સમોસા અને કોલ્ડડ્રિંકની મહેફિલ માણતો આ જુગાડ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.કહેવાય છે કે ભારતીયો જુગાડું હોય છે કોઈને કોઈ યુક્તિ શોધીને હમેશા તેઓ પોતાની સગવડતા ગોઠવી લેતા હોય છે ત્યારે ઈન્ટરનેટ પર આ વિડીયો જોયા બાદ નેટીઝન્સ વિવિધ રમુજી કમેન્ટ્સ કરી રહ્યા છે. લોકો આ જુગાડને ‘ઈન્ડિયન ઈનોવેશન’ ગણાવી રહ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ શેર થઈ રહ્યો છે.


