જામનગર શહેરના વાયુનગર વિસ્તારમાં રહેતાં નિવૃત્ત વૃદ્ધએ બિમારીથી કંટાળી ગઇકાલે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના પાણીના ટાંકા પાસે વાછરા ડાડાના મંદિર નજીક યોગેશ્વરધામ પાસે આવેલા વાયુનગરમાં રહેતાં રાણાભાઇ લગધીરભાઇ આંબલિયા (ઉ.વ.75) નામના નિવૃત્ત વૃદ્ધને પેરાલિસિસનો એટેક આવ્યો હતો. બ્લડપ્રેશર તથા નાકનું ઓપરેશન કરાવ્યું હોય જેથી જુદી જુદી બિમારીથી કંટાળીને સોમવારે સવારના સમયે તેના ઘરે ફારિયા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પુત્ર ગોવાભાઇ આંબલિયા દ્વારા જાણ કરાતા હે.કો. એચ. એ. પરમાર તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


