Monday, May 18, 2026
Homeરાજ્યજામનગરપુરૂષોતમ માસ નિમિતે જામનગરમાં બહેનો દ્વારા ગોરમાનું પૂજન - VIDEO

પુરૂષોતમ માસ નિમિતે જામનગરમાં બહેનો દ્વારા ગોરમાનું પૂજન – VIDEO

જામનગરમાં પાવન પવિત્ર પરસોતમ માસનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં પુરૂષોતમ માસ એટલે કે અધિક માસ અનેરૂ મહત્વ રહેલું છે. બહેનો દ્વારા અધિક માસમાં વ્રત કરી ગોરમાની પૂજા કરવામાં આવતી હોય છે.

- Advertisement -

મહિલાઓ આખો મહિનો વ્રત કરી પૂજા-અર્ચના સાથે પુરૂષોતમ માસની ઉજવણી કરે છે. છોટીકાશી તરીકે પ્રસિઘ્ધ જામનગરમાં પણ પુરૂષોતમ માસને લઇ ધર્મમય માહોલ છવાયો છે. જામનગરમાં આવેલા પુરૂષોતમજીના મંદિરોમાં રોશની શણગાર કરાયા છે તેમજ આગામી સમયમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. જામનગર શહેરમાં મચ્છરનગરમાં બહેનો દ્વારા ગોરમાની સ્થાપના કરી પૂજા-અર્ચના કરાઇ રહી છે. આ ઉપરાંત નાના-મોટા મંદિરોમાં તેમજ સોસાયટીઓમાં, શેરીઓમાં મહિલાઓ દ્વારા પુરૂષોતમ માસ નિમિતે ગોરમાની સ્થાપના કરવામાં આવી છે અને એક મહિના સુધી પૂજા-અર્ચના કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular