Saturday, May 16, 2026
Homeરાજ્યહાલારભાણવડ પંથકની સગીરાનું અપહરણ કરનાર પરપ્રાંતિય ઝડપાયો

ભાણવડ પંથકની સગીરાનું અપહરણ કરનાર પરપ્રાંતિય ઝડપાયો

ભોગ બનનાર સગીરા અમદાવાદ હાઇવે પરથી મળી આવી : પોલીસ દ્વારા સગીરા પરિવારને સોંપી અપાઇ : આરોપી વિરૂદ્ધ પોકસો હેઠળ કાર્યવાહી

ભાણવડ પંથકમાં રહેતી એક સગીરાના અપહરણનો બનાવ ગત તારીખ 2 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયો હતો. જેને અનુલક્ષીને પોલીસે પોક્સો એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી મીત રુદલાલના વડપણ હેઠળ ભાણવડ પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

- Advertisement -

આ પ્રકરણના અનુસંધાને ભાણવડ પોલીસ મથકના પી.આઈ. કે.જે. કરપડા તેમજ તેમની ટીમ દ્વારા મધ્ય પ્રદેશ તથા ગુજરાતના ખેડા જિલ્લાના અનારા ગામ અને ઈન્દોર – અમદાવાદ હાઈવે પર વ્યાપક શોધખોળ બાદ હ્યુમન સોર્સીસના આધારે આ પ્રકરણમાં સંડોવાયેલા મધ્યપ્રદેશ રાજ્યના જાંબવા તાલુકાના મૂળ રહીશ એવા કાંજુ સકરીયાભાઈ ભંભેરીયા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

આ આરોપી સાથે સગીર બાળાને પણ પોલીસે છોડાવી અને વધુ તપાસઅર્થે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરી કરવામાં આવી હતી. આ કામગીરી સ્થાનિક પી.એસ.આઈ. બી.કે. કડછા, એ.એસ.આઈ. દુદાભાઈ લુવા, કોન્સ્ટેબલ જીતુભાઈ જામ અને જગાભાઈ નંદાણીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular