Friday, May 15, 2026
Homeરાજ્યહાલારમોટી માટલી નજીક મોટરસાયકલ પરથી પટકાતા મહિલાનું મોત

મોટી માટલી નજીક મોટરસાયકલ પરથી પટકાતા મહિલાનું મોત

બાઇક પર જતા સમયે નડયો અકસ્માત : સારવાર કારગત ન નિવડી : પોલીસે વધુ તપાસ હાથ ધરી

જામનગર નજીક કાલાવડ-જામનગર રોડ ઉપર મોટી માટલી ગામની ગોળાઇ પાસે બાઇક પસાર થઇ રહેલ દંપતી પૈકી મહિલા બાઇક પરથી ગબડી પડતાં તેણીનું ગંભીર ઇજા થવાથી તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ ગામના મોટી માટલી ગામમાં રહેતાં અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતાં યુનુસભાઇ ઇસુબભાઇ જોખિયા (ઉ.વ.40) તથા તેમના પત્ની નૂરજહાંબેન યુનુસભાઇ જોખિયા (ઉ.વ.39) બન્ને ગઇકાલે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં કાલાવડ-જામનગર ધોરીમાર્ગ પર બાઇક ઉપર જતા હતા ત્યારે મોટી માટલી ગામ પાસે આવેલી રાધે હોટલની ગોળાઇ પાસે પહોંચ્યા ત્યારે નૂરજહાંબેન અકસ્માતે બાઇક પરથી પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત નૂરજહાંબેનને હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

આ બનાવની યુનુસભાઇ જોખિયા દ્વારા કરાયેલી જાણના આધારે હે.કો. એન. કે. છૈયા પોતાના સ્ટાફ સાથે હોસ્પિટલે પહોંચી ગયા હતા. જ્યાં મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતના બનાવની ઉંડી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular