સિકકાના શાક માર્કેટમાં રહેતી યુવતી પોતાના ઘરે ઉલટી ઉબકા થતાં બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં તેણીનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના સિક્કામાં શાક માર્કેટ વિસ્તારમાં રહેતી સલમા અનવર ગંઢાર નામની 30 વર્ષની મહિલાને ગત્ તા. 09ના બપોરના સમયે પોતાના ઘરે ઉલટી ઉબકા થતાં બેભાન બની ગયા હતા. જેથી પ્રથમ સિક્કા સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાંં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે અમીનાબેન દ્વારા પોલીસને જાણ કરાતા એએસઆઇ કે. બી. લોખિલ સહિતના સ્ટાફએ મૃતદેહને પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


