Thursday, May 7, 2026
Homeરાજ્યજામનગરવડાપ્રધાનના આગમનને લઇ ગૌરવપથ પણ દિવાળી જેવો માહોલ - VIDEO

વડાપ્રધાનના આગમનને લઇ ગૌરવપથ પણ દિવાળી જેવો માહોલ – VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગરમાં રાત્રી રોકાણને લઇ તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. શહેરના ગૌરવપથને રોશનીનો શણગાર કરાતા રાત્રીના સમયે આ માર્ગ ઝળહળી ઉઠયો હતો. પોલીસ તથા વહિવટી તંત્ર અને ભાજપા દ્વારા વડાપ્રધાનના આગમનની તૈયારી ચાલી રહી છે.

- Advertisement -

તા.10 અને 11 મેના રોજ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ જામનગરની મુલાકાતે પણ આવનાર છે. વડાપ્રધાનના જામનગરમાં રાત્રી રોકાણને લઇ તંત્ર તૈયારના ધમધમાટમાં લાગી ગયું છે. વડાપ્રધાનના આગમનને લઇ ભાજપાના કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના આગમનને અનુલક્ષીને જામનગરના ગૌરવપથ ઉપર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગૌરવપથ ઉપર રોશનીનો શણગાર કરવામાં આવતા રાત્રીના સમયે ગૌરવપથ ઝળહળી ઉઠયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular