Thursday, May 7, 2026
Homeરાજ્યજામનગરધો.10માં 98.92 પી.આર. સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવતી હવિસા વાયડા - VIDEO

ધો.10માં 98.92 પી.આર. સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવતી હવિસા વાયડા – VIDEO

ટયુશન વગર માત્ર શાળાના અભ્યાસ અને શિક્ષકોના માર્ગદર્શનના આધારે સિઘ્ધી મેળવી

ધોરણ 10 (SSC) ફેબ્રુઆરી-માર્ચ 2026ની બોર્ડ પરીક્ષામાં હવિસા સ્નેહલ વાયડાએ ઉત્તમ પ્રદર્શન કરીને શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેણે કુલ 567 ગુણ મેળવી 94.5 ટકા સાથે 98.92 પર્સેન્ટાઇલ મેળવેલ છે. તથા અ1 ગ્રેડ મેળવ્યો છે. બોર્ડમાં 94.5 ટકા મેળવીને હવિસા સ્નેહલ વાયડાએ વાયડા પરિવાર, ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિનુ અને તેની શાળા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -

હવિસા સ્નેહલ વાયડાએ કોઈપણ પ્રકારના ટ્યુશન ક્લાસ વગર માત્ર શાળાના અભ્યાસ અને શિક્ષકોના માર્ગદર્શનના આધારે આ સિદ્ધિ મેળવી છે. તે નિયમિત રીતે શાળામાં હાજરી આપી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરતા હતા, જે તેની સફળતાનું મુખ્ય કારણ બન્યું છે.

હવિસાએ દૈનિક શાળામાં શીખવાતા પાઠનો નિયમિત રિવિઝન કર્યો હતો. સાથે સાથે દરરોજ 2 થી 3 કલાક સુધી સતત મહેનત કરીને અભ્યાસમાં મજબૂતી મેળવી હતી. પ્રશ્ર્નોપત્રોની પ્રેક્ટિસ, સ્વઅનુશાસન અને સમયપાલન તેમની સફળતાના મુખ્ય સ્તંભ રહ્યા છે.

- Advertisement -

આ સફળતામાં શાળાના શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાની પ્રેરણા મહત્વપૂર્ણ સાબિત થઈ છે. શિક્ષકોએ યોગ્ય માર્ગદર્શન આપી વિષયને સરળ બનાવ્યો, જ્યારે માતા-પિતાએ સતત પ્રોત્સાહન અને સહકાર આપ્યો.
ભવિષ્યનું લક્ષ્ય – ડોક્ટર બનવાનું સપનું
હવિસા સ્નેહલ વાયડાનું ભવિષ્ય માટે સ્પષ્ટ લક્ષ્ય છે. તેઓ આગામી સમયમાં સાયન્સ વિષયમાં અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું સાકાર કરવા માંગે છે. આજ પ્રમાણે નિયમિત મહેનત અને લગનથી તેઓ પોતાના આ સ્વપ્નને સિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છે. હવિસા સ્નેહલ વાયડાનું આ પરિણામ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે કે નિયમિત અભ્યાસ, યોગ્ય માર્ગદર્શન અને મહેનત દ્વારા ટ્યુશન વગર પણ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. તેનીની આ સિદ્ધિ બદલ પરિવારજનો, શિક્ષકો અને મિત્ર વર્તુળ દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular