જામનગરમાં યાદવનગર, આહિરસમાજ પાસે રહેતો પરિવાર વોટરપાર્કમાં ગયા હતા. આ દરમ્યાન તસ્કરોએ ઘરનું તાળું તોડી રોકડ, સોનાની વિંટી સહિત કુલ રૂા. 8,60,000ની માલમત્તા ઉસેડી ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ આદરી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગરમાં યાદવનગર આહિરસમાજની બાજુમાં રહેતાં અને અનાજ-કરિયાણાની દુકાન ચલાવતાં નારણભાઇ હમીરભાઇ કંડોરિયા શનિવારે ઘરને તાળા મારીને પરિવાર સાથે વોટરપાર્કમાં ગયા હતા. તે દરમ્યાન અજાણ્યો શખ્સ ઘરની બહારની દીવાલ ટપી અંદર પ્રવેશ કરી રૂમના દરવાજાનું તાળુ તોડી રૂમમાં રાખેલ દરવાજાનો લોક તોડી કબાટની અંદરથી તીજોરીમાં રાખેલ રૂા. 8,30,000ની રોકડ તથા રૂા. 30 હજારની કિંમતની સોનાની વિંટી સહિત કુલ રૂા. 8,60,000ની માલમત્તા ઉસેડી ગયો હતો. આ અંગે નારણભાઇ દ્વારા સિટી ‘સી’ પોલીસને જાણ કરાતા સિટી ‘સી’ના પીએસઆઇ એન. બી. ડાભી સહિતના સ્ટાફ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
View this post on Instagram


