Wednesday, May 6, 2026
Homeરાજ્યહાલારભાણવડ પાસે અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત

ભાણવડ પાસે અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત

ગુરૂવારે રાત્રિના સમયે બાઇકને કારએ ઠોકરે ચઢાવ્યો : ઇજાગ્રસ્ત બાઇકચાલકનું સારવાર દરમ્યાન મોત : કારચાલક પલાયન : પોલીસ દ્વારા કાર્યવાહી

ભાણવડના સાજડિયારી ગામનો યુવાન ગુરૂવારે રાત્રે પોતાના મોટરસાયકલ પર જઇ રહ્યો હતો ત્યારે રૂપામોરા ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલના ચાલકે તેમને હડફેટ લઇ ઠોકરે ચઢાવતાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ભાણવડ તાલુકાના સાજડીયારી ગામે રહેતા દીપકભાઈ મસરીભાઈ પિપરોતર (ઉ.વ. 40) નામના યુવાન ગુરુવારે રાત્રિના સમયે તેમના જી.જે. 37 પી. 1247 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ભાણવડ નજીકના રૂપામોરા ગામ પાસેથી પસાર થતી વખતે કોઈ અજાણ્યા ફોર વ્હિલર વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી, દિપકભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેથી તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ભાણવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે નાનાભાઇ પીપરોતરએ જાણ કરતાં પોલીસે અજાણ્યા ફોર વ્હિલર વાહન ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular