Thursday, April 30, 2026
Homeરાજ્યહાલારદુધઇ નજીક ટ્રકએ બ્રેક મારતા બોલેરો પાછળ ઘૂસી જતાં એકનું મોત

દુધઇ નજીક ટ્રકએ બ્રેક મારતા બોલેરો પાછળ ઘૂસી જતાં એકનું મોત

દ્વારકાના વરવાળાથી આમરણ ઉર્ષમાં જતાં સમયે અકસ્માત : ઉત્તર પ્રદેશના યુવાનનું મોત : અન્ય યુવાનને સામાન્ય ઇજા : પોલીસ દ્વારા ટ્રકચાલક વિરૂદ્ધ કાર્યવાહી

જોડિયા તાલુકાના જામદુધઇ ગામથી ધ્રોલ-માળિયા હાઇવે પરથી ઉર્ષમાં જતી બોેલેરો પીકઅપ વાનની આગળ જતાં ટ્રકચાલકએ અચાનક બ્રેક મારતા બોેલેરો ટ્રક પાછળ ઘૂસી જતાં ઉત્તર પ્રદેશના યુવાનનું મોત નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના તુલસીપુર તાલુકાના પ્રતાપપુર ગામના વતની અબ્દુલ ગફાર અ. મજિદ મન્સુરી (ઉ.વ.35) નામનો યુવાન ગઇકાલે સવારના સમયે તેની યુપી43 સીપી 2892 નંબરની બોલેરો પીકઅપ વાનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળા ખાતે યોજાતા અબા બાપુના ઉર્ષમાંથી મોરબી જિલ્લાના આમરણ ખાતે યોજાતા ઉર્ષમાં જતા હતા ત્યારે ધ્રોલ-માળિયા હાઇવે પર જોડિયા તાલુકાના જામ દુધઇ ગામથી આગળ પહોંચ્યો ત્યારે આગળ જતાં જીજે12 બીડબલ્યુ 6933 નંબરના ટ્રકચાલકે તેનો ટ્રક બેફિકરાઇથી ચલાવી અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલી બોલેરો ટ્રકના ઠાઠામાં ધડાકાભેર ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં અબ્દુલ ગફારને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. જ્યારે રામસેવક સોનકર નામના યુવાનને સામાન્ય ઇજાઓ પહોેંચી હતી.

અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઇ અબ્દુલ જબાર દ્વારા જાણ કરાતા પીએસઆઇ કે. ડી. જાડેજા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular