જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 63 બેઠકો માટે રવિવારે યોજાયેલી ચુંટણીમાં આજે સવારથી જ હરિયા કોલેજ ખાતે મતગણતરી યોજવામાં આવી છે. આ મતગણતરી માટે જિલ્લા કલેકટર પી.બી.પંડ્યા અને પોલીસવડા રવિમોહન સૈની ના નેજા હેઠળ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મત ગણતરીમાં કુલ 6 રાઉન્ડમાં ગણતરી પુર્ણ કરાશે. જેમાં પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નં.1,5,9,13 બીજા રાઉન્ડમાં 2,6, 10, 14 ત્રીજા રાઉન્ડમાં 3,7,11,15 અને ચોથા રાઉન્ડમાં 4,8,12, 16 વોર્ડની ગણતરી કરવામાં આવશે.
જામનગર મહાનગપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો પૈકી એક બેઠક બિનહરિફ થયા બાદ 63 બેઠકો માટે મતગણતરી.. કુલ 206 ઉમેદવારોનુ ભાવિ ઊટખ મશીનમા કેદ
સિક્કા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 80 ઉમેદવારો મેદાને પડયા છે.
જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક પૈકી એક બેઠક બિનહરિફ થયા બાદ 23 બેઠકો માટે 72 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે.જામનગર તાલુકા પંચાયતની કુલ 112 સીટો પૈકી 05 બેઠકો બિનહરિફ થયા બાદ 107 બેઠકો ઉપર 326 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.
View this post on Instagram
જામનગર : જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા તથા જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાની કુલ 6 તાલુકા પંચાયતની આજે મતગણતરી જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની મત ગણતરી હરિયા કોલેજ ખાતે, સિક્કા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ડીસીસી ટેકનીકલ હાઈસ્કુલ, જામનગર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં મતગણતરી સ્થળ જેમાં જામનગર ગ્રામ્યમાં ઓશવાળ ઈંગ્લીશ એકેડમી ખાતે, કાલાવડ તાલુકામાં મ્યુનીસીપલ હાઈસ્કુલ ખાતે, જામજોધપુર તાલુકામાં એવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે, ધ્રોલ અને જોડિયામાં મતગણતરી હરધ્રોળ હાઈસ્કુલ ખાતે, લાલપુર તાલુકામાં સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી ખાતે થશે.


