જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. 16 વોર્ડની 63 બેઠકો માટે સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. મતદાન ચાલુ હતુ તે દરમ્યાન દુ:ખદ ઘટનાથી રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જામનગર શહેરના વોર્ડ નંબર ત્રણના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ મેઘુભા જાડેજા (ઉ.વ.38)નું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજયું હતું. નરેન્દ્રસિંહ જાડેજાને ગઇકાલે પણ તબિયત લથડતાં હોસ્પિટલ સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓને બાટલા ચઢાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલેથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી એકવખત તેમને છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. જેને લઇ રાજકીય વર્તૂળમાં શોકનો માહોલ છવાયો હતો.
View this post on Instagram


