Wednesday, April 22, 2026
Homeરાજ્યજામનગરગાળો બોલવાની ના પાડતાં ત્રણ શખ્સો દ્વારા માતા-પુત્રી ઉપર હુમલો

ગાળો બોલવાની ના પાડતાં ત્રણ શખ્સો દ્વારા માતા-પુત્રી ઉપર હુમલો

મોબાઇલ ફોનમાં ગાળો બોલવાની મહિલાએ ના પાડી : શખ્સે બટકાં ભર્યાં : મહિલાની માતા વચ્ચે પડતાં છરી જેવા હથિયાર વડે હુમલો : પોલીસ દ્વારા ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગરમાં હાપા જવાહરનગરમાં મકાનની બહાર મહિલા તથા તેની માતા બેઠા હતા ત્યારે શખ્સને ગાળો બોલવાની ના પાડતાં ત્રણ શખ્સોએ મહિલા સાથે બોલાચાલી કરી બટકા ભરી હુમલો કર્યો હતો. તેમજ મહિલાની માતા ઉપર છરી જેવા હથિયાર વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગરના હાપામાં આવેલા જવાહરનગર-1 વિસ્તારમાં રહેતા નિતુબેન વાલજીભાઇ રાઠોડ (ઉ.વ.40) નામના મજૂરીકામ કરતાં મહિલા ગત્ તા. 12ના રોજ બપોરના સમયે તેના ઘરે મકાનની બહાર તેના માતા રામીબેન સાથે બેઠા હતા. તે દરમ્યાન મુકેશ જમન ગોહિલ નામનો શખ્સ મોબાઇલ ફોનમાં જેમ ફાવે તેમ ગાળો બોલી વાતો કરતો હતો. જેથી નિતુબેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા મુકેશે મહિલા સાથે બોલાચાલી અને ઝઘડો કરી આંગળીમાં બટકું ભરી લેતાં ઇજા પહોંચી હતી. મુકેશ દ્વારા હુમલો કરાતા મહિલાનો ભાઇ ભાવેશ તથા તેની માતા રામીબેન વચ્ચે પડયા હતા. તે દરમ્યાન કૌશિક ઉર્ફે કાળુ જમન ગોહિલ અને બિપીન રમેશ ગરોડા નામના બે શખ્સો ધસી આવ્યા હતા.

ત્યારબાદ મુકેશ, કૌશિક અને બિપીન નામના ત્રણેય શખ્સોએ મહિલા તથા તેની માતા અને ભાઇ સાથે ઝઘડો કર્યો હતો. દરમ્યાન કૌશિક છરી જેવા હથિયારનો ઘા મહિલા ઉપર કરવા જતાં તેણીની માતા વચ્ચે પડતાં રામીબેનને હાથમાં ઇજા પહોંચી હતી. હુમલામાં ઘવાયેલા રામીબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મહિલા દ્વારા જાણ કરાતા એએસઆઇ એસ. જી. જાડેજા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular